માં


આંખ ખુલી ને દુનિયા દીઠી..
દુનિયા ને દર્શાવતી 'માં'.

મોં ખોલ્યુ ને વાણી સરવરી..
શબ્દ પહેલો હુ બોલ્યો તે 'માં'

આખો દિ" મુજ ને પંપાળૅ..
ભિને સુઇ મને સુકે સુવાળૅ.

સ્વાર્થ નો મતલબ ના જાણૅ..
પ્રેમ ની પરિભાસા માંણૅ..

અમ્રુત પણ આવી ના શકે!
જે ના આંશુ ઓ ટાણૅ..

ઍં મન મંદિર ની મુરત 'માં'
 
 
 

   

                                                  આંસુ

આંસુ વહે છે આંખ થી..
ને રંગ ચહેરા નો ધોવાય છે.

કારણ્ કોણ હોય છે!
ને સજા કોને થાય છે.

આંસુ કહે છે એક વ્યથા..
હર કોઇ ને એ સંભળાય છે.

ર્હદય છે જેનુ એ સમજી શકે,
બાકી બધા ને ક્યાં સમજાય છે?

આંસુ છે આજ,આંસુ છે કાલ
આંસુ છે મિત્રો સાલો સાલ્

ક્ષણિક હસી તમે ખુશ ના થાશો..
આંસુ ની આ તો છે એક ચાલ્

આંસુ છે એક જામ દુઃખો નો..
આંસુ છે પૈગામ દુઃખો નો,

ર્હદય થંબી જાય તો યે..
આંસુ ને ક્યાં રોકી શકાય છે?

 
એક ચિતા ચિંતન ભરી

મરનાર તો મરી ગયો..
ને સંસારચક્ર તોડી ગયો.

હૈયા મા તોયે નિરાંત હતી કે,
કાગળ્ પર હસ્તાક્ષર છોડી ગયો..

એના પાછ્ળ નુ રુદન્,
એટ્લુ જ વ્યર્થ હતુ.કે

વરસાદ ની મોસમ માં,
ઝરણુ જેમ સમર્થ હતુ!

આંસુ બધા બનાવટી હતા,
ને લાગણી જેવુ કઇં હતુ જ નહિ.

જેને નસીબે સાથ ના આપ્યો..
તેને માનવ નો શુ સાથ હોય્!

હા ચિતા ને બાળવી,
ઍ જ છે દુનિયા ની રસમ્.

જેમા જીવન હતુ આજ પહેલા..
થોડી ક્ષણૉ મા એ બનશે ભશમ્

બાર દિવસ ના શોક પછી..
યાદ એની ભુલાઇ જશે..

તસ્વીર લટ્કતી રહી જશે..
ને અસ્તિત્વ એનુ ભુંસાઈ જશે!!
 
 
દરીયો

દરીયો હતો વિશાળ અને,
નાવ મારી નાની..

અધવચે એ તો ડૂબી ગઇ,
એકાન્ત મા છાની માની.

એક દરદ હતુ એની ભરતિ મા,
એની ઑટ મા સુખ ન બુન્દો..

એમાજ ઉગિ ને ડૂબિ જાતો'
તો સુરજ,હુ યાદ કરુ શાની શાની?

ક્યારેક એ ઘુઘવાતો હતો
ક્યારેક શાન્ત થઈ જાતો..

એની વિશાળતા મારા રદય સમી,
એકલતા જાની પહેચાની!

નાદાન હતો મન રેત મ ભિની,
સ્વપ્ન મહેલ બનાતો' તો

એક લહેર ઉઠિ તોફની ને ,
એના સ્વ્પ્નો થઈ ગયા પાનીપાની
 
તુ

ધરતી આખી અંબર આખુ,
હુ ખોળી નાખુ..

તુ ના જળૅ તો,તુ ના મળૅ તો,
સમંદર ઢોળી નાખુ..

ક્યા છુપાશે, ક્યા સંતાશે?
દીવાર બધી તોડી નાખુ..

રસ્તો નહિ હોય ક્યાક તોયે,
મારગ જોડી નાખુ..

પ્રુથ્વિ ને કોઇ વિશાળ કહેશે !
ચપટી માં ચોળી નાખુ..

ત્યાં યે અગર તુ મળૅ નહી તો,
ત્રિલોક ઢંઢોળી નાખુ..

રાખ બનાવી દઉ દુનિયા ને,
જો તુ ના મળૅ તો..

દૈવો ને દૈવત્વ ભુલાવુ,
જો એ ક્યાંક મળૅ તો..
 
ઘણી વાર
 
ઘણી વાર એવુ થાય છે
જાણૅ રદય થંભી જાય છે

હોઠ સુધી આવેલી વાતો,
આંખો થી નિતરી જાય છે

શબ્દ તરસ્યા રહે છે અને
સંવેદના ભિની થાય છે


 
દોસ્તો

સાચુ કહુ તો દોસ્તો,
એની લાગણી માં કચાશ છે!

બાકી મને તો હજી પણ
ઍના આગમન ની આશ છે!

બે-ચાર બુંદો માં ..
સંબંધ એ નિભાવે છે,

ને મને તો આખા
સમંદર ની પ્યાસ છે!

એ ના હોય તો બધેજ,
જંગલ જેવુ લાગે છે..

એ હોય તો જાણૅ..
સઘળૅ સુવાસ છે!

ને તકલીફ તો એવી દોસ્તો..
કે એને ભૂલી પણ નથી શકતો,

એક તો ઘણા ઑછા છે..
ને તેમા એ ખાસ છે!
 
ના બને

એવુ ના બને,
કી કોઇ કામ ના આવે

મારા વિશે ની ચર્ચા મા
તારુ નામ ના આવે!

ક્વચીત એવુ બની શકે!
કી ક્ષણભર વિસરાય જાય્

પણ યાદ તમારી હોય ના
એવી તો કોઇ શામ ન આવે!
 

 

 
Make a Free Website with Yola.